Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

આમિર ખાનની મદદ મળશે તો રાકેશ શર્માની બાયોપિક કરીશ: શાહરૂખ ખાન

મુંબઈ:દેશના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માની બાયોપિક ફિલ્મ અંગે બોલીવુડના બાદશાહ શાહરુખ ખાને જણાવ્યુ હતું કે, જો મને માટે આમિર ખાનની મદદ મળશે તો હું રોલ ભજવવા તૈયાર છું. મૂળ ફિલ્મમાં આમિર ખાન ચમકવાનો હતો પરંતુ તેની તારીખો આમિરની અન્ય ફિલ્મ સાથે ક્લેશ થતી હોવાના કારણે તેણે આખરે ફિલ્મ છોડી દીધી અને પોતાને બદલે શાહરુખને ફિલ્મ કરવા માટે ભલામણ કરી. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, શાહરુખે રોલ કરવા માટે એક શરત મુકી છે. જે અંતર્ગત રોલ કરવા માટે આમિરે સંશોધન કર્યુ હતે તેથી આમિર તેનો ફિલ્મ માટે મદદ કરે તેવી શાહરુખની ઇચ્છા છે. મહત્વનુ છે કે આમ તો ત્રણેય ખાનને એકબીજા સાથે કંઈકને કંઈક વિખવાદ ચાલ્યો આવતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધો સુધર્યા છે. 

(5:13 pm IST)