Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

રણવીર સિંહ સાથે કામ કરવાની રાની મુખર્જીની ઈચ્છા

મુંબઇ: રાણી મુખર્જી લગ્ન પછીના ચાર વરસના બ્રેક બાદ ફરી બોલીવૂડમાં સક્રિય થઇ છે. એેણે હવે રણવીર સિંહ સાથે કામ કરવાની ઇચ્છા હોવાનું કહ્યું છે. આજે રણવીરની ગણના એક સફળ કલાકાર તરીકે થતી હોવાથી બોલીવૂડની અનેક અભિનેત્રીઓ તેની સાથે કામ કરવા આતુર છે. રાણીએ પોતાની કારકિર્દીની શરૃઆત દરમિયાન શાહરૃખ ખાન, આમિર ખાન, સલમાન ખાન અને અમિતાભ બચ્ચન જેવા ટોચના કલાકારો સાથે કામ કર્યું છે. હવે રાણી પોતાનું કમબેક રણવીર સિંહ સાથે કરવાની ઇચ્છા રાખે છે. જોકે તેઓ સાથે કામ કરશે કે નહીં તે હજી કાંઇ નક્કી નથી. આ તો ફક્ત રાણીએ પોતાના મનની વાત બહાર કહી છે. ચાર વરસના બ્રેક બાદ રાણીની હિચકી ફિલમ રીલિઝ થઇ છે. હવે રાણી પહેલાની માફક જ ફરી અભિનય ક્ષેત્રે સક્રિય થશે.

 

 

(5:12 pm IST)