Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જન્મદિવસ વિશેષ: ઇમરાન ખાન ઉજવશે 39મોં જન્મદિવસ

મુંબઇ: અભિનેતા ઇમરાન હાશમીનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ ઇમરાન. ઇમરાન આજે ૩૯ વર્ષનો થયો. છેલ્લા દોઢેક દાયકાથી અભિનય ક્ષેત્રમાં છેે. ૨૦૦૩માં ફૂટપાથ ફિલ્મથી કારકિર્દી શરૃ કરનાર ઇમરાન ૨૦૦૪ની ફિલ્મ મર્ડર પછી સિરિલય કીસર તરીકે જાણીતો થઇ ગયો હતો કારણ કે એની લગભગ દરેક ફિલ્મમાં પોતાની હીરોઇનને કીસ કરતો દેખાયો હતો. જો કે શાંઘાઇ અને  રાજા નટવરલાલ જેવી ફિલ્મો દ્વારા એણે ઇમેજને તોડવાના પ્રયાસો કરી જોયા હતા પરંતુ એમાં એને સફળતા પ્રાપ્ત થઇ નહોતી. કારકિર્દી જામી રહી હતી ત્યારે એના એકના એક પુત્રને કેન્સરનું નિદાન થતાં મનોમન ભાંગી પડયો હતો. જો કે એેના દૂરના સંબંધી અને સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે એને સાચવી લીધો હતો અને ધીરજભેરની સમયસરની સારવારથી ઇમરાનનો પુત્ર ઊગરી ગયો હતો. ત્યારબાદ એણે પુત્રની બીમારી અને એની સારવારને લગતું એક પુસ્તક પણ પ્રગટ કર્યું હતું. ઇમરાનની અત્યાર સુધીની ફિલ્મોમાં એનેા એક પ્લસ પોઇન્ટ રહ્યો હતો કે એની મોટા ભાગની ફિલ્મોનાં ગીતો હિટ નીવડયાં હતાં.

 


 

(5:12 pm IST)