Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

'રેસ-3'ના સેટ પર જેકલીનને ઇજા

મુંબઇ: સલમાન ખાન અને નિર્માતા રમેશ તૌરાનીના સહનિર્માણ સમી ફિલ્મ રેસ થ્રીના શૂટિંગ દરમિયાન એક એક્શન શોટ કરતી વેળા અભિનેત્રી જેક્લીન ફરનાન્ડિસને ઇજા થતાં એને હૉસ્પિટલમાં લઇ જવી પડી હતી એવી માહિતી મળી હતી. રેસ થ્રીનું ડાયરેક્શન ટોચના કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક રેમો ડિસોઝા કરી રહ્યા છે. એમાં સલમાન ખાન ઉપરાંત સિનિયર અભિનેતા અનિલ કપૂર, ડેઝી શાહ બોબી દેએાલ વગેરે પણ ચમકી રહ્યાં છે. માહિતી આપનારા સૂત્રે કહ્યંુ કે એક અત્યંત હાઇ ઇન્ટિન્સિટી એક્શન શોટ દરમિયાન એને સંવેદનશીલ અંગ પર ઇજા થઇ હતી અને તરત એને હૉસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ એને ડિસ્ચાર્જ ઓર્ડર અપાયો હતો. સમાચારને સમર્થન આપતાં રમેશ તૌરાનીએ કહ્યું કે સમાચાર સાચા છે પરંતુ ઇજા સાવ મામુલી હતી અને પ્રાથમિક સારવાર બાદ જેક્લીન તરત સેટ પર શૂટિંગ કરવા પાછી ફરી હતી. એણે ફરી શૂટિંગ કરવાનું શરૃ કર્યુ ંહતું એના પરથી પણ તમે સમજી શકો છો કે ઇજા સાવ નજીવી હતી.

 

 

(5:12 pm IST)