Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

આમિર ખાન પાણી ફાઉન્ડેશન સાથે કામ ચાલુ કરશે

મુંબઈ:ઉનાળો શરૃ થઇ રહ્યો છે ત્યારે ઠેર ઠેર પાણી બચાવવાના હાથ ધરાયેલા કાર્યક્રમ દરમિયાન ટોચનો અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાન મરાઠી ભાષામાં તૂફાન આલાય નામે ટીવી શોનું શૂટિંગ આવતા સપ્તાહે શરૃ કરશે. પોતાના સત્યમેવ જયતે ટીવી શો વખતે આમિરે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને આત્મહત્યા કરતા રોકવા માટે પાની ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી અને મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પાણી બચાવવાના ઉપાયો સમજાવતી ઝુંબેશ હાથ ધરી હતી જે સફળ નીવડી હતી. સાપ્તાહિક ટીવી શોમાં મરાઠી ફિલ્મ અને નાટય ક્ષેત્રની સેલેબ્રિટીઝ અને સમાજના આગેવાનો પાણી બચાવવાના પોતાના પ્રયાસોની વાત કરશે. આમિરની ફિલ્મ સર્જક પત્ની કિરણ રાવે કહ્યું હતું કે શો ૩૧ માર્ચથી ટેલિવિઝન પર પ્રસારિત થશે.'છેલ્લાં બે સપ્તાહથી અમે શૂટિંગ શરૃ કરી દીધું હતું. આમિર ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના સેટ પર હોવાથી આવતા સપ્તાહે ટીવી શોના શૂટિંગનો આરંભ કરશે' એમ પણ કિરણે કહ્યું હતું. આમિરે સ્થાપેલા પાની ફાઉન્ડેશન દ્વારા મહારાષ્ટ્રના ૨૪ જિલ્લાના ૭૫ તાલુકામાં સત્યમેવ જયતે વૉટર કપની સ્પર્ધા પણ સમયગાળામાં શરૃ થશે એવું પણ કિરણે કહ્યું હતું.

 

 

(5:11 pm IST)