Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મનોજ અને તબ્બુની ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'મિસિંગ'નું ટ્રેલર લોન્ચ

મુંબઇ: મનોજ બાજપેયી અને તબુને ચમકાવતી ક્રાઇમ થ્રીલર ફિલ્મ મિસિંગનું ટ્રેલર શુક્રવારે રિલિઝ કરાયું હતું. ફિલ્મમાં ત્રણ વર્ષની એક બાળકીના અપહરણની દિલધડક કથા ફિલ્મમાં વણી લેવામાં આવી છે. માતાપિતા વચ્ચે સારો મનમેળ હોય ત્યારે બાળકની કેવી સ્થિતિ થાય એની વાત ફિલ્મમાં વણી લેવામાં આવી છે. મોરેશિયસથી હિન્દી ભાષા બોલી શકતો એક પ્રાઇવેટ ડિટેક્ટિવ  (અન્નુકપૂર ) આવે છે અને બાળકીના અપહરણની તપાસ શરૃ કરે છે ત્યારે એેનો પહેલો શક માતાપિતા છે. બે મિનિટ અને નવ સેકંડના ટ્રેલરમાં ત્રણે કલાકારો ફૂલ ફોર્મમાં હોય જોઇ શકાય છે. સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર ત્રણેને બિરદાવતાં લખ્યું, ત્રણ પાવર હાઉસ એના શ્રેષ્ઠ ફોર્મમાં અહીં રજૂ થયાં છે...મિસિંગનું પહેલું ટ્રેલર રિલિઝ થયું...છઠ્ઠી એપ્રિલે ફિલ્મ રજૂ થવાની છે...મુકુલ અભ્યંકર એના ડાયરેક્ટર છે.

(5:11 pm IST)