Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

લવ રંજન બનાવશે રણબીર કપૂરને લઈને રોમાનિક ફિલ્મ

મુંબઈ: બૉલીવુડ નિર્દેશક લવ રંજન રોકસ્ટાર રણબીર કપૂરને લઈને રોમાન્ટિક કોમેડી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. લવ રંજનના નિર્દેશનમાં બનેલ 'સોનુ કે ટીટુ કી સ્વીટી' તાજેતરમાં જ રિલીઝ થઇ છે ફિલ્મે 100 કરોડની કમાણી કરી લીધી છે.

ચર્ચા છે કે લવ રંજન પોતના મનપસંદ અભિનેતા કાર્તિક આર્યન ને મૂકીને રણબીર કપૂર સાથે પોતાની આગામી ફિલ્મ રોમાન્ટિક બનાવશે.એવી પણ ચર્ચા છે કે લવ રંજને સ્ક્રિપ્ટ પર પણ કામ ચાલુ કરી દીધું છે. ટૂંક સમયમાં રણબીર અને લવ રંજન ફિલ્મ પર કામ ચાલુ કરશે.

(5:09 pm IST)