Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

એશ્વર્યા રાય બચ્ચન અનિલ કપુરની ફિલ્મ ૧૫ જુને રજૂ

એશ્વર્યા રાય ફરી એકવાર જોરદાર રોલમાં હશે : કરણ જોહરની ફિલ્મ બાદ હવે અતુલ માંજરેકરની ફિલ્મ

મુંબઇ,તા. ૨૪ : બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન હવે નવી ફિલ્મમાં ફરી એકવાર અનિલ કપુર સાથે તાલ મિલાવવા જઇ રહી છે. અનિલ કપુર અભિનિત મ્યુઝિકલ ડ્રામાં ફિલ્મ ફન્ને ખાનનુ શુટિંગ  હાલમાં ચાલી રહ્યુ  છે. શુટિંગ પૂર્ણ થવા આરે પહોંચી ગયુ છે. ફિલ્મ ભારત સહિત સમગ્ર દુનિયામાં ૧૫મી જુન ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ એક મ્યુઝિકલ કોમેડી ફિલ્મ રહેશે. ગયા વર્ષે જુલાઇ માસમાં શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ.  એશ હાલમાં પોતાની છ વર્ષની પુત્રી આરાધ્યા અને પતિ અભિષેક બચ્ચનની પારિવારિક લાઇફ માણી રહી છે.  અનિલ કપુર અને એશ છેલ્લે સતિશ કૌશિકની ફિલ્મ હમારા દિલ આપકે પાસ હેમાં નજરે પડ્યા હતા.  આ ઉપરાંત આ બન્ને સુભાષ ઘાઇની ફિલ્મ તાલમાં પણ નજરે પડ્યા હતા. ગયા વર્ષે  ઓગષ્ટના પ્રથમ સપ્તાહથી ફિલ્મનુ નિયમિત શુટિંગ શરૂ કરાયુ હતુ.  એશ્વર્યા રાય બચ્ચન નિયમિત રીતે ફિલ્મના શુટિંગમાં બાગ લઇને તેના હિસ્સાના શુટિંગને પૂર્ણ કરી ચુકી છે. રાકેશ ઓમપ્રકાશની સાથે મળીને ફિલ્મના સહ નિર્માતા તરીકે રહેલી પ્રેરણા અરોરાએ કહ્યુ છે કે એશ આ રોલમાં સૌથી ફિટ પાત્ર તરીકે છે. સૌથી પહેલા પ્રિયંકા ચોપડાને આ રોલની ઓફર કરવામાં આવી હતી. જો કે તેને પટકથા પસંદ પડી ન હતી. ત્યારબાદ એશને ઓફર કરવામાં આવી હતી.

 ફન્ને ખાન ફિલ્મની સાથે જ ડિરેક્ટર તરીકે અતુલ માંજરેકરની એન્ટ્રી થઇ રહી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૦ની નેધરલેન્ડની ફિલ્મ એવરીબોડી ફેમસની રીમેક છે. અનિલ કપુર પોતે ફિલ્મના બે ગીત રજૂ કરી શકે છે. એશ પણ પોતાનો અવાજ આપે તેવી શક્યતા છે. એશ અનિલ કપુર સાથે વિતેલા વર્ષોમાં  ખુબ સારી જોડી જમાવી ચુકી છે.

(1:08 pm IST)