Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીનું 'મુંબઈ સાગા' નું ટીઝર થયું રિલીઝ

મુંબઈ: સંજય ગુપ્તા દિગ્દર્શિત મલ્ટિસ્ટારર ફિલ્મ 'મુંબઈ સાગા' આ વર્ષે 19 માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાની છે. ક્રાઈમ આધારિત ફિલ્મમાં જોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના અન્ય પાત્રોમાં કાજલ અગ્રવાલ, મહેશ માંજકરકર, સુનીલ શેટ્ટી, પ્રિતિક બબ્બર, ગુલશન ગ્રોવર, રોહિત રોય, સમીર સોની અને અમોલ ગુપ્તેનો સમાવેશ છે. ફિલ્મની રજૂઆત પહેલા ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. અભિનેતા જ્હોન અબ્રાહમે ટ્વિટર પર ફિલ્મનું ટીઝર શેર કરતાં લખ્યું છે કે - 'જ્યારે બોમ્બે મુંબઈ ન હતો અને હિંસાઓ શેરીઓમાં રાજ કરતી હતી. વર્ષના આ ગાથા માટે. 19 માર્ચે મુંબઇ સાગા થિયેટરોમાં. '

(6:35 pm IST)