Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પવિત્રા આ વર્ષમાં જ પરણી જાય તેવી શકયતા

એમટીવીના શો સ્પીટવિલા-૩માં સ્પર્ધક બનીને જાણીતી થયેલી પવિત્રા પુનિયા હવે ટીવી પરદાનું જાણીતું નામ બની ગઇ છે. તેણે ગીત-હુઇ સબસે પરાઇ, લવ યુ ઝિંદગી, હોંગે જુદા ના હમ, ગંગા, કવચ, યે હૈ મહોબ્બતે, સસુરાલ સિમર કા, નાગિન-૩, બાલવીર રિટર્ન્સ, અલ્લાદિન-નામ તો સુના હોગા સહિતના શો કર્યા છે. હાલમાં જ તે બિગ બોસ ૧૪માં પણ સામેલ થઇ હતી. પરંતુ તેમાંથી તે બહાર થઇ ગઇ છે. તે બહાર આવીને પણ અત્યંત ખુશ છે. કારણ કે તેને બિગ બોસમાંથી સાચા પ્રેમી તરીકે એઝાઝ ખાન મળ્યો છે. આ કપલે વેલેન્ટાઇન ડેના દિવસે તસ્વીરો પોસ્ટ કરી એક બીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. આ વર્ષના અંતમાં બંને લગ્ન કરી લે તેવી શકયતા છે. બિગ બોસમાં દર વખતે કોઇને કોઇ જોડી વચ્ચે પ્રેમ પાંગરે છે અને પછી થોડા સમયમાં બંને અલગ પડી પોત પોતાના રસ્તે નીકળી જાય છે. પણ પવિત્રાએ બહાર આવીને કહ્યું હતું કે બિગ બોસમાંથી હું ભલે બહાર થઇ ગઇ હોઉ, પણ ટ્રોફિ તો મારી પાસે જ છે! તેણે એઝાઝ સાથેની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે-ટ્રોફિ મારી પાસે છે, મહોબ્બતની. બાકી બધુ તેલ લેવા જાય.

(10:13 am IST)
  • સ્પાઈસ જેટ એરલાઈન્સ આગામી ૭ માર્ચથી રાજકોટ – મુબઇ વચ્ચે ડેઈલી ફલાઈટ શરૂ થશે : રાજકોટથી બોમ્બે અને દિલ્હી વચ્ચે ફલાઈટ ઉડાડતી સ્પાઈસ જેટ એરલાઈન્સ ૭ માર્ચથી રાજકોટ - મુબઈ વચ્ચે બીજી ડેઈલી ફલાઈટ શરૂ કરશે : ફલાઈટનો સમય સાંજે ૭:૧૦ મીનીટે આવશે સાંજે ૭:૪૦ રવાના થશે access_time 6:02 pm IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST