Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

અજયને લઇને વધુ એક ફિલ્મ બનાવવા રોહિતની તૈયારી

પોલીસ ઓફિસર્સ પર ફિલ્મો બનાવવામાં રોહિત શેટ્ટી પારંગત થઇ ગયો છે. અજય દેવગણને લઇને સિંઘમ સિરીઝ, રણવીરસિંહને લઇને સિમ્બા અને હવે અક્ષય કુમારને લઇને સૂર્યવંશી બનાવી રહ્યો છે. સૂર્યવંશીમાં સિંઘમ અને સિમ્બાના પણ ખાસ રોલ હશે. સૂર્યવંશીનું કામ પુરૂ થયા પછી રોહિત અજયને લઇને સિંઘમ-૩ બનાવશે અને આ માટે તૈયારી પણ થઇ ચુકી છે. રોહિત ફટાફટ ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. વર્ષ-દોઢ વર્ષમાં તેની એકાદ ફિલ્મ અચુક આવી જાય છે. દરેક પ્રકારના મસાલાથી ભરપુર તેની ફિલ્મો દરેક દર્શકોને પસંદ પડે છે અને સુપરહિટ નિવડે છે.

૨૦૧૧માં સિંઘમ પછી ૨૦૧૪માં સિંઘમ રિટર્ન્સ બનાવી હતી. હવે છ વર્ષ પછી સિંઘમનો ત્રીજો ભાગ બનાવવાનું નક્કી કરાયું છે. સિંઘમ સિરીઝની બંને ફિલ્મો સફળ રહી હતી. ટીવી પર પણ આ ફિલ્મો વારંવાર દર્શાવવામાં આવે છે. રોહિત સત્તે પે સત્તાની રિમેક પણ બનાવવાનો છે અને ફરાહ ખાન તેનું નિર્દેશન કરશે. હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઇ રહી છે.

(9:47 am IST)