Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

'સસુરાલ સિમર કા'ની દીપિકા કક્કર પ્રેમી શોએબ સાથે પરણી

કંકોત્રી પર પોતાનું નામ 'ફૈઝા' લખાવ્યું

નવી દિલ્હી, તા.ર૩ સસુરાલ સિમર કાની અભિનેત્રીદીપિકા કક્કરે રર ફેબ્રુ.ના રોજ તેના પ્રેમીશોએબ ઈબ્રાહીમ સાથે યુપીમાં લગ્ન કરી લીધા.       

આ લગ્ન પહેલાં દીપિકાના ધર્મપરિવર્તન અંગે ચર્ચાઓ થઈ હતી. અહેવાલ મુજબ આ ચર્ચાના ખુલાસામાંદીપિકાના પરિવારે ખુલાસો કર્યો હતો કે દીપિકાએ પોતાનો ધર્મ બદલ્યો નથી. એનુંનામ દીપિકા કક્કર જ છે. લગ્ન બાદ તેપોતાનું નામ દીપિકા ઈબ્રાહીમ કરશે.

અહેવાલ મુજબ દીપિકાએ ફક્તઆમંત્રણ કાર્ડ માટે પોતાનું નામ 'ફૈઝા'  રાખ્યું હતું. નવપરિણીત યુગલ ર૬મીફેબ્રુ.એ મુંબઈ ખાતે રિશેપ્શન રાખશે અનેબુધવારે પીઠી, મહેંદી અને સંગીતસમારોહનું આયોજન કરશે.દીપિકા કક્કર અને શોએબના રર ફેબ્રુ.એ લગ્ન થઈ ગયા છે. દીપિકાએઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે કે નહીં તેઅંગે કોઈ ચોક્કસ માહિતી નથી. દીપિકામાત્ર લગ્નની કંકોત્રી પર નામ લખવાફૈઝા નામ લખાવ્યું છે. (૨૧.૧૪)

(3:31 pm IST)