Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

જીવનનો પ્રેમ ઓફિશિયલ થઇ ગયો

વરૂણે શેર કરી લગ્નની તસ્વીરો

નવી દિલ્હી તા. ૨૫ : વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્નની તસવીર આવી ગઈ છે. બન્ને ખુબ સુંદર લાગી રહ્યાં છે. લગ્નની તસવીર વરૂણ ધવનની પીઆર ટીમે જારી કરી છે. આ ફોટોમાં વરૂણ ધવન અને નતાશા દલાલ ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે. બે તસવીરો રિલીઝ કરવામાં આવી છે. એકમાં વરૂણ ધવન નતાશા દલાલનો હાથ પકડી ફેરા લેતા જોવા મળી રહ્યો છે. તેમાં બન્ને ખુશ લાગી રહ્યાં છે. બન્નેએ પરંપરાગત અંદાજમાં કપડા પહેર્યા છે.

વરૂણ ધવને શેરવાની પહેરી છે. તેના ચહેરા પર હાસ્ય જોવા મળી રહ્યું છે. તેણે માથા પર ચાંદલો કર્યો છે. તો અન્ય એક તસવીરમાં વરૂણે નતાશાનો હાથ પકડ્યો છે. બન્ને હળવી મુદ્રામાં જોવા મળી રહ્યાં છે.

વરૂણ અને નતાશા બેઠા છે અને પરિવાર તેના પર ફૂલોની વર્ષા કરી રહ્યો છે. પિતા ડેવિડ ધવન પણ ફોટોમાં જોવા મળી રહ્યા છે અને બધા વરૂણ-નતાશાને આશીર્વાદ આપી રહ્યા છે. આ

વરૂણ ધવન અને નતાશા દલાલ એકબીજાને બાળપણથી ઓળખે છે. બન્નેનું અફેર વર્ષો સુધી ચાલ્યુ હતું. બન્નેએ આજે લગ્ન કરી તેના પર મહોર લગાવી દીધી છે. વરૂણ અને નતાશાના લગ્ન અલીબાગના ધ મેંશન હાઉસમાં થયા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી રહ્યા છે. વરૂણ અને નતાશા આજે ખુબ ખુશ જોવા મળી રહ્યા છે. લગ્નમાં કોરોનાને લીધે ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બન્ને હવે જલદી હનીમૂન પર જવાના છે.

(9:54 am IST)
  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST

  • થાકેલા-હારેલા પાકિસ્તાને રશિયાની કોરોના વેકસીનને મંજૂરી આપી દીધી: પાકિસ્તાને રશિયાની સ્પૂટનીક ફાઈવ વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. access_time 4:42 pm IST