Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ટેકનોલોજીના મામલે શિલ્પા શેટ્ટી નબળીઃ પતિએ નામ પાડ્યું-બીબીસી

સંતાનોના હોમવર્કના ઇ-મેલ અને પીડીએફ ચેક કરવામાં ભારે મુશ્કેલી અનુભવે છે શિલ્પા

મુંબઇ તા. ૨૪: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં કમબેક ફિલ્મ હંગામા-૨ કરી રહી છે. આ ફિલ્મના પ્રમોશનમાં તે વ્યસ્ત છે. તાજેતરમાં શિલ્પા કપિલ શર્મા શોના સેટ પર પહોંચી હતી ત્યારે પોતે ટેકનોલોજીની બાબતમાં ખુબ જ નબળી હોવાનું સ્વીકાર્યુ હતું. તેણે કહ્યું હતું કે આ કારણોસર જ મારા પતિએ મારું નામ-બીબીસી (બોર્ન બીફોર કોમ્પ્યુટર) રાખી દીધું છે! ટેકનોલોજીમાં નબળી હોવા છતાં ઇંસ્ટાગ્રામ, ટિકટોક પર કઇ રીતે સક્રિય રહે છે? તેવું પુછાતા તેણે કહ્યું હતું કે સોશિયલ મિડીયામાં બધુ બેઝીક હોય છે. જેમાં વધુ કંઇ કરવાનું હોતુ નથી. પરંતુ મને સોૈથી વધુ તકલીફ મારા બાળકોના હોમવર્કના ઇ-મેલ ચેક કરવામાં અને અટપટી પીડીએફ ફાઇલની પ્રિન્ટ કાઢવામાં થાય છે. મને એ નથી સમજાતું કે આજના યુગમાં નોટબૂક અને પેનને શું થઇ ગયું છે?

(11:55 am IST)