Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

'સ્ટ્રીટ ડાન્સર-થ્રીડી' અને 'પંગા' આજથી રિલીઝ

આજથી બે ફિલ્મો સ્ટ્રીટ ડાન્સર-થ્રીડી અને પંગા રિલીઝ થઇ છે.

નિર્માતા ભુષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, કૃષ્ણ કુમાર, લિલેઝ ડિસૂઝા અને નિર્દેશન રેમો ડિસૂઝાની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર-થ્રીડી'માં સંગીત સચીન-જીગર, તનિષ્ક બાગચી, બાદશાહ, ગુરીંદર સૈગલ, હરિશ ઉપાધ્યા, એ.આર. રહેમાન, શંકર-અહેસાન-લોય, ગુરૂ રંધાવા, ગૈરી સંધુ અને અશોક પત્કીનું છે. ૧૪૬ મિનીટની લંબાઇ ધરાવતી આ ફિલમમાં વરૂણ ધવન, શ્રધ્ધા કપૂર, પ્રભૂ દેવા, નોરા ફતેહી, મુરલી શર્મા, પુનિત પાઠક, ધર્મેશ યેલાન્ડે, સલમાન યુસુફ ખાન, અપારશકિત ખુરાના, સોમન બાજવા, રાઘવ ગુયાલ, જઇ હાઇકિંગ, વિર્તીકા ઝા, સુશાંત ખત્રી, સુશાંત ખત્રી, સેમ્મી જોન, નિવેદીતા શર્મા, માઇકલ લમ્બ, હિતેન પટેલ, વિકટોરિયા રોઝ વિલસન સહિતે ભુમિકા નિભાવી છે.

ફિલ્મની કહાની લંડનમાં સેટ કરવામાં આવી છે. જ્યાં બે ડાન્સર ગેંગમાં દુશ્મની ચાલી રહી છે. આ ગેંગ વચ્ચે અવાર-નવાર ડાન્સના મુકાબલા થતાં રહે છે. એક દિવસ એમને અહેસાસ થાય છે કે તેમનામાં કંઇક એવું છે જે એકસરખુ છે. આ બધા એશિયાના છે અને એક બીજા સાથે ઉભા રહી શકે છે.   ત્યારપછી એક ગ્લોબલ ડાન્સ કોમ્પિટિશન યોજાય છે. જેમાં આ બંને ગેંગના સુપરડુપર ડાન્સર્સ એક સાથે ભાગ લે છે. આ બે ટીમ હવે એક ટીમ બનીને સામે આવે છે અને સાથે ડાન્સ કરે છે. રેમોએ અગાઉ એબીસીડી અને એબીસીડી-૨ બનાવી હતી. એ ફિલ્મો પણ ડાન્સ આધારીત હતી. આ ત્રીજી ફિલ્મમાં પણ ડાન્સ કહાનીનું હાર્દ છે. આ પહેલા રેમોએ રેસ-૩નું નિર્દેશન કર્યુ હતું. જે સુપરફલોપ નિવડી હતી. સ્ટ્રીટ ડાન્સર-થ્રીડી માટે રેમો અને સમગ્ર ટીમને ખુબ આશા છે.

બીજી ફિલ્મ 'પંગા'નું નિર્માણા ફોકસ સ્ટાર સ્ટુડિયોએ કર્યુ છે. જેનું નિર્દેશન અશ્વિની ઐયર તિવારીએ કર્યુ છે. ફિલ્મમાં સંગીત શંકર-અહેસાન-લોય તથા સંચિત બલહારા અને અંકિત બલહારાનું છે. ૧૩૧ મિનીટની લંબાઇ ધરાવતી આ ફિલ્મમાં કંગના રનોૈતની મુખ્ય ભુમિકા છે. સાથે જસ્સી ગિલ, રિચા ચઢ્ઢા, નીના ગુપ્તા અને યજ્ઞ ભસીન (બાળ કલાકાર) મુખ્ય ભુમિકામાં છે.

કંગના જયા નિગમ નામની યુવતિનો રોલ નિભાવી રહી છે, જે એક સંતાનની માતા છે અને કબડ્ડીની સારી ખેલાડી છે. જસ્સી ગિલ પ્રશાંત શ્રીવાસ્તવ નામના યુવાનના રોલમાં છે. જ્યારે યજ્ઞ જયા અને પ્રશાંતના પુત્રના રોલમાં છે. નીના ગુપ્તા જયાની માતાના રોલમાં છે. કહાની કંઇક એવી છે કે જયા લગ્નને કારણે અને બાળકને કારણે પોતાની પ્રિય રમતથી દૂર થવું પડે છે. ફરીથી તે આ રમતમાં પોતાની જાતને શોધવા મંડી પડે છે.

(9:59 am IST)