Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

બધા સાથે બેસીને જોઇ શકે તેવી ફિલ્મો કરુ છું: આયુષ્યમાન ખુરાના

આયુષ્યમાન ખુરાના એવો અભિનેતા છે જેની મોટા ભાગની ફિલ્મોને દર્શકો પસંદ કરી રહ્યા છે. તે સતત સફળતા મેળવી રહ્યો છે. તેની મોટા ભાગની ફિલ્મો મનોરંજન સાથે મેસેજ પણ આપતી હોય છે. આયુષ્યમાન કહે છે હું એવી ફિલ્મો વધુ પસંદ કરુ છું જેને પરિવારજનો સાથે બેસીને જોઇ શકે. હવે પછી આયુષ્યમાનની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન આવી રહી છે. આ ફિલ્મમાં તે પુરૂષને પ્રેમ કરતો યુવાન એટલે કે ગેના પાત્રમાં જોવા મળવાનો છે. જો કે આ ફિલ્મ પણ ખાસ મેસેજ આપશે તેવું તે કહે છે. આયુષ્યમાને આગળ કહ્યું હતું કે હું ફિલ્મની પસંદગી જ એવી રીતે કરુ છું કે કુટુંબના લોકો સાથે બેસીને એ જોઇ શકે. એક કલાકાર માટે એથી વધુ ખુશી શું હોય કે લોકો તેની ફિલ્મને નિહાળીને ખુશ થતાં હોય. ફિલ્મમાં લોકોને મનોરંજનની સાથે સાથે એક મેસેજ પણ મળવો જોઇએ, જેના પર ચર્ચા અને વિચાર થઇ શકે. દમ લગા કે હઇશા, વિક્કી ડોનર, બરેલી કી બરફી, શુભ મંગલ સાવધાન, અંધાધૂન, ડ્રીમ ગર્લ, બધાઇ હોઇ સહિતની હિટ ફિલ્મો તેણે આપી છે.

 

(9:58 am IST)