Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ટીવી પરદે નવી અભિનેત્રી પ્રતિભા રાંતાનું આગમન

ઝી ટીવી પર વધુ એક નવો શો આવી રહ્યો છે. 'કુરબાન હુઆ' નામના આ શોમાં કરણ જોટવાણી મુખ્ય રોલમાં છે. હવે તેની સાથે નવી અભિનેત્રી પ્રતિભા રાંતાને લેવામાં આવી છે. આ શોમાં પ્રતિભાને ચાહત નામની યુવતિનું પાત્ર મળ્યું છે. નિલનો રોલ ભજવતો કરણ તેની બહેનના મોતનો બદલો લેવા માંગતો હોય છે. બીજી તરફ તેની બહેનના મોતમાં ચાહતના પિતાનું નામ સામે આવ્યું હોય છે. ચાહતને વિશ્વાસ છે કે તેના પિતાને કોઇએ ખોટી રીતે ફસાવી દીધી છે. તે પિતાને નિદોષ સાબિત કરવા પ્રયાસો કરતી હોય છે. પ્રતિભાએ પોતાને મળેલી આ પહેલી સિરીયલ વિશે કહ્યું હતું કે મને પ્રારંભે જ આટલો મજબૂત રોલ મળ્યો તે મારા માટે ગોૈરવની વાત છે. હું બાળપણથી ઝી ટીવી જોતી આવી છું, હવે આ બેનરના શોમાં જ મને કામ કરવાની તક મળી છે. હું ફિલ્મ મેકીંગ શીખવા માટે મુંબઇ આવી હતી. પણ મને અભિનયન કરવાની તક મળી જતાં હું અત્યંત ખુશ છું. લોકોને આ શો ચોક્કસ ગમશે તેવી મને આશા છે.

(9:57 am IST)