Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વહેલી સવારે ચાર વાગ્યે રેકોર્ડિંગ પુરૂ કરી શુટ પર ગયા અમિતાભ બચ્ચન

મુંબઇ તા.૨૪ : અમિતાભ બચ્ચન કયારેય તેમના કમિટમેન્ટને તોડતા નથી અને એથી જ તેમણે વહેલી સવારે ચાર વાગ્યા સુધી ગીતનું રેકોર્ડિંગ કર્યું હતું. અમિતાભ બચ્ચનને થોડા દિવસથી પીઠમાં દુખાવો હોવાથી તેઓ ઘરે આરામ કરી રહ્યા હતાં. જોકે સોમવારે તેમને સારૂ લાગતાં તેમણે લગ્નનાં રિસેપ્શનમાં અને ગીતનાં રેકોર્ડિંગમાં હાજરી આપી હતી. રેકોર્ડિંગનો ફોટો શેર કરતાં અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે 'રાતે હું વેડિંગ રિસેપ્શનમાં હતો જેનું ડેકોરેશન વારાણસીનાં ઘાટની જેમ સજાવવામાં આવ્યું હતું. ત્યાં મોડું થઇ ગયું હોવાથી હું સીધો રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયો અને ત્યાં વહેલી સવારે ચાર વાગ્યા સુધી ગીતનું રેકોર્ડિંગ કર્યું હતું અને હવે સીધો શુટ માટે જઇ રહ્યો છું'.

(12:48 pm IST)