Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

સમાજ સેવા તરફ દિયા મિર્ઝા, UNની ગુડવિલ એમ્બેસેડર બની

મુંબઇ :  દિયા મિર્ઝા આજકાલ ફિલ્મોથી વધુ સામાજિક કાર્યો અને માનવતાવાદી કાર્યક્રમો માટે ઓળખાય છે. તે પેટા, એચઆઇવી અવેરનેસ, ક્રાઇ જેવી ઘણી સંસ્થાઓ અને ચળવળ સાથે જોડાઇ છે. ખાસ કરીને જાનવરોનાં હિતો અને સ્વચ્છતાને લઇ ખૂબ સમાજ સેવા કરે છે.

તાજેતરમાં તેને સંયુક્ત રાષ્ટ્ર તરફથી ભારત માટે ગુડવિલ એમ્બેસેડર નિયુક્ત કરાઇ છે. તાજેતરમાં દિયાએ એક કાર્યક્રમમાં ખુલાસો કરતાં કહ્યું છે કે પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ઓછો કરવો. પ્લાસ્ટિકમાંથી બનેલાં ટૂથબ્રશ અને સેનેટરી પેડ્સનો ઉપયોગ પણ ન કરવો જોઇએ, તેના બદલે લાકડામાંથી બનેલાં ટૂથબ્રશ અને બાયોડિગ્રેબલ સેનેટરી પેડ્સનો ઉપયોગ કરવો જોઇએ.

(10:46 pm IST)