Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

કે કે મેનન અને રાયમા સેનની ફિલ્મ 'વોડકા ડાયરીજ'નું ટીઝર લોન્ચ

મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા કેકે મેનન અને રાયમા સેન અભિનિત ફિલ્મ વોડકા ડાયરીજનુ પ્રથમ ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યુ છે. પ્રથમ ટીઝર પરથી સ્પષ્ટ રીતે લાગી રહ્યુ છે કે ફિલ્મ કોઈ મર્ડર મિસ્ટ્રી અને તેના ઈન્વેસ્ટિગેશન પર આધારીત છે.ફિલ્મમાં જે મર્ડર થયુ છે તેની તપાસ કેકે મેનન કરે છે. 

ફિલ્મમાં કેકે મેનન એસીપી અશ્વિની દિક્ષીતનુ પાત્ર ભજવી રહ્યો છે.માનવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ અલગ સ્ટાઈલની છે. તેમજ તેના પાત્રો પણ તદ્દન અલગ જોવા મળશે. ફિલ્મનુ ટીઝર ખૂબ રોમાંચક છે અને સોશિયલ મીડિયા પર પણ તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ફિલ્મ પ્રત્યે પોતાની આતુરતા દર્શાવી રહ્યા છે.
ફિલ્મમાં કેકે મેનન, રાયમા સેન ઉપરાંત મન્દીરા બેદી, શારીબ હાશ્મી, જેવા અભિનેતા પણ નજરે પડશે. ફિલ્મનુ શુટિંગ કુલુ મનાલીમાં કરવામાં આવ્યુ છે. તેમજ ફિલ્મથી કુશલ શ્રીવાસ્તવ ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મ ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રીલીઝ થવાની છે.

(6:52 pm IST)