Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

'જય હો' ફેમ અભિનેત્રી અને બિગ બોસ ૬ ની સ્પર્ધક સના ખાને સુરતના મુફતી અનસ સાથે લગ્ન કરી લીધા

દિલ્હી: 'જય હો' ફેમ અભિનેત્રી અને બિગ બોસ 6ની સ્પર્ધક સના ખાને ગત મહિને પોતાના સોશિયલ મીડિયા પેજ પર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તે વખતે તેણે ધાર્મિક કારણોનો હવાલો આપીને આ નિર્ણય લીધો હતો. હવે એક મહિના પછી વળી પાછા એવા સમાચાર આવ્યા કે સનાના ફેન્સ સ્તબ્ધ થઈ ગયા. સના ખાનનો લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે ગુજરાતના સુરતમાં મુફતી અનસ સાથે લગ્ન કર્યા. હવે સનાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરીને લગ્નના રિપોર્ટ્સને કન્ફર્મ કર્યા છે. 

સના ખાને હાલમાં જ તેના પતિ મૌલાના મુફ્તી અનસ સાથે દુલ્હનના પોષાકમાં એક તસવીર શેર કરીને પોતાના લગ્નની જાહેરાત કરી છે. તસવીર શેર કરીને સનાએ લખ્યું છે કે અલ્લાહની ખાતિર એક બીજાને પસંદ કર્યા...અલ્લાહને ખાતિર એક બીજા સાથે લગ્ન કર્યા...અલ્લાહ અમને આ દુનિયામાં એકસાથે રાખે....અમને જન્નાહમાં પણ એક સાથે રાખે. સના ખાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. 

અત્રે જણાવવાનું કે તેના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે ગુજરાતના સુરતમાં મુફઅતી અનસ સાથે લગ્ન કર્યા. વાયરલ વીડિયોમાં સના ખાન હિજાબ સાથ વ્હાઈટ એમ્બ્રોઈડરીવાળા ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે તેનો પતિ વ્હાઈટ કલરની શેરવાનીમાં છે. ફેન્સ મુફ્તી અને અનસને શુભેચ્છા પાઠવવાની સાથે સાથે ચોંકાવનારા રિએક્શન પણ આપી રહ્યા છે. વીડિયોમાં સના ખાન પતિનો હાથ પકડીને સીડીઓ ઉતરતી જોવા મળે છે. એક અન્ય વીડિયોમાં સના ખાન કેક કાપીને પતિને ખવડાવતી જોવા મળી રહી છે. સ્પોટબોયના રિપોર્ટ મુજબ સના ખાનને તેના પતિ સાથે મુલાકાત બિગ બોસ ફેમ એજાઝ ખાને કરાવી હતી. 

નોંધનીય છે કે તાજેતરમાં જ તેણે ઈન્ડસ્ટ્રી છોડવાના નિર્ણય અંગે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી હતી. તેણે લખ્યું હતું કે ભાઈઓ અને બહેનો...આજે હું મારી જિંદગીના એક મહત્વના વળાંક પર તમારી સાથે વાત કરી રહી છું. હું વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જીવન જીવી રહી છું અને આ સમયમાં મને દરેક પ્રકારની ફેમ, ઈજ્જત અને દૌલત મારા ચાહનારાઓ તરફથી નસીબ થઈ છે, જેના માટે હું આભારી છું. 

તેણે લખ્યું હતું કે શું માણસે એ ન વિચારવું જોઈએ કે તેનું મોત ગમે તે ક્ષણે આવી શકે છે અને મૃત્યુ બાદ તે શું બનવાનો છે? આ બે સવાલોના જવાબ હું ક્યારની શોધી રહી છું, ખાસ કરીને બીજા સવાલનો જવાબ કે મૃત્યુ બાદ મારું શું થશે. આ સવાલનો જવાબ મે જ્યારે મારા ધર્મમાં શોધ્યો તો મને ખબર પડી કે દુનિયાની આ જિંદગી અસલમાં મર્યા બાદની જિંદગીને વધુ સારી બનાવવા માટે છે અને તે આ જ સુરતમાં સારી થશે, જ્યારે વ્યક્તિ પોતાને જન્મ આપનારા હુકમ મુજબ જીવન પસાર કરે અને દોલત શોહરતને પોતાનો લક્ષ્યાંક ન બનાવે. 

(5:23 pm IST)
  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST

  • અમદાવાદમાં માસ્ક વગર ફરતાં ૨૫૬ લોકોના કોરોના ટેસ્ટ કરાયાઃ ૯ ને પોઝીટીવ : અમદાવાદ શહેરમાં આજે સવારથી કર્ફયુ ખુલતાની સાથે જ લોકો રસ્તાઓ ઉપર નિકળી પડયા હતાઃ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આજે ૨૫૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાઃ જેમાં ૯ લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતાઃ જેમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાઃ નેગેટીવ આવેલા લોકોને એક- એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો access_time 4:18 pm IST

  • સાર્વજનિક સંડાસ તૂટી પડ્યુ : મહિલા કાટમાળમાં ફસાઈ : મુંબઈના કુર્લામાં એક જાહેર શૌચાલય તૂટી પડતા એક મહિલા ફસાઈ ગઈ છે : બચાવ અભિયાન ચાલુ છે access_time 11:31 am IST