Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાનુ મંડલનો વધુ એક વિડિઓ વાયરલ :એરપોર્ટ પર સેલ્ફી લેવા ઇચ્છતી મહિલા ફેનને કરી ઇગ્નોર

રાનુ સમજી નથી શકતી કે તે કેવી પ્રતિક્રિયા આપે, તે કોઈ કંફ્યૂઝનમાં જોવા મળી

મુંબઈ : બોલિવૂડની સિંગર રાનુ મંડલ અવારનવાર કોઈના કોઈ કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા કોઈ ફેને ટચ કર્યું તો નારાજ થઈ ગઈ અને તેનો જબરદસ્ત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે એક કથિત ફેનને ઈગ્નોર કરતી જોવા મળી છે.

  આ વીડિયો પર રાનુને ફેન્સનું નિગેટિવ રિએક્શન મળી રહ્યું છે. વીડિયોમાં રાનુ એરપોર્ટ પર કોઈની રાહ જોતી જોવા મળી હતી. તે હાથમાં બોર્ડિંગ પાસ લઈને ઊભી હતી, રાનુ મંડલને ઊભેલી જોઈ એક ફેન પાસે જઈ સેલ્ફી લેવા રિક્વેસ્ટ કરે છે. તે ફેન્સને જોઈ રાનુ સમજી નથી શકતી કે તે કેવી પ્રતિક્રિયા આપે, તે કોઈ કંફ્યૂઝનમાં જોવા મળી રહી છે. આ રીતે વીડિયોમાં જોવા મળે છે કે તે ફેન્સને ઈગ્નોર કરી રહી છે.

  આ વીડિયો પર એક વાર ફરી રાનુના વર્તનનો વિરોધ કરવામાં આવ્યો છે. રાનુના એક ફેન્સે કોમેન્ટમાં તેને ઘમંડી કહ્યું. તો બીજા એ લખ્યું, તેનો આ ધમંડ જલદી જ તૂટી જશે. રાનુ મંડલને ફેન્સને બેઈજ્જત કરવાનો આરોપ લાગી રહ્યો છે.

(10:23 pm IST)
  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST

  • ન સીએમ, ન પ૦-પ૦ ટકા : ભાજપ સાથે અલગ રમી શૂન્ય પર પેવેલીયન ભેગી થઇ શિવસેનાઃ સપનું ધુળમાં મળી ગયું access_time 11:43 am IST

  • અજીત પવાર સાથે એનસીપીના પ૪ માંથી ૩પ ધારાસભ્યો હોવાનો દાવોઃ સહી સાથેનો પત્ર પણ અજીત પવાર પાસે access_time 11:44 am IST