Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

રાહુલ મહાજન ફરી પરણ્યા :18 વર્ષ નાની વિદેશી મોડલ નતાલ્યા ઈલિના સાથે કર્યા ત્રીજીવાર લગ્ન

રાહુલે કઝાકિસ્તાનની મોડલ નતાલ્યા ઈલિનાને પોતાની જીવનસાથી પસંદ કરી

મુંબઈ :એક વાર ફરીથી ભાજપના ભૂતપૂર્વ નેતા પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજન પોતાની પર્સનલ લાઈફ માટે ફરીથી ચર્ચામાં છે તેમણે ત્રીજી વાર લગ્ન કર્યા છે અને આ વખતે તેમની પત્ની દેશી નહિ પરંતુ વિદેશી છે. પોતાના બે અસફળ લગ્ન બાદ રાહુલે કઝાકિસ્તાનની મોડલ નતાલ્યા ઈલિનાને પોતાની જીવનસાથી પસંદ કરી છે. બંને એકબીજાને દોઢ વર્ષથી ડેટ કરી રહ્યા હતા

  . બંનેના લગ્ન માલાબાર હિલ્સના એક મંદિરમાં થયા છે જેનાં માત્ર પરિવારના લોકો જ શામેલ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ અને નતાલ્યાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. ગયા મહિને જ રાહુલે નતાલ્યાને પ્રપોઝ કર્યુ હતુ. આ પહેલા રાહુલના પહેલા લગ્ન પાયલટ શ્વેતા સિંહ સાથે થયા હતા. ત્યારબાદ તેમણે રિયાલિટી શો દ્વારા ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા.

(10:05 pm IST)