Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સીબીઆઇ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કરશે તપાસ

મુંબઇ:  બોલિવૂડના કેટલાક ડાયરેક્ટર્સને વાજબી નહીં પણ વધુ નાણાં ચૂકવવાના કહેવાતા આક્ષપો બદલ સીબીઆઇ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનની તપાસ કરી રહી હોવાની જાણકારી મળી હતી.કેન્દ્રના માહિતી પ્રસારણ ખાતાને એવી ફરિયાદ મળી હતી કે એનએફડીસી બોલિવૂડના ટોચના ડાયરેક્ટર્સને કામની તુલનાએ વધુ પૈસા ચૂકવે છે એટલે માહિતી ખાતાને સીબીઆઇને આ ફરિયાદની તપાસ સોંપી હતી.સીબીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ એનએફડીસીના નાણાં ખાતાના ડાયરેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તમારા કેટલાક અનામી અધિકારીઓએ સન ટીવી, યુફો મૂવીઝ, અનુરાગ કશ્યપ ફિલ્મ્સ અને અન્યોની ખોટી ફેવર કરી હોવાની ફરિયાદની તપાસ અમે શરૃ કરી રહ્યા છીએ. એમાં તમારા સહકારની અપેક્ષા છે. બોલિવૂડના કેટલાક વગદાર ફિલ્મ સર્જકો કામના પ્રમાણમાં વધુ નાણાં મેળવે છે.જો કે મિડિયાએ મુંબઇમાં અનુરાગ કશ્યપનો સંપર્ક સાધતાં એણે આ ફરિયાદ સાવ ખોટી હોવાનો દાવો કર્યો હતો. એણે એવો પણ દાવો કર્યો હતો કે મને સીબીઆઇ તરફથી મારો જવાબ માગતો કોઇ પત્ર કે નોટિસ મળ્યાં નથી. આ તો સ્થાપિત હિતો દ્વારા અમને બદનામ કરવાનું ષડયંત્ર છે. મિડિયા પાસે સીબીઆઇના પત્રની નકલ હોય તો મને દેખાડે. મિડિયા જ આ બધી વાતોને પ્રસિદ્ધિ આપે છે અને વાતને ચગાવી રહ્યું છે.

(4:51 pm IST)