Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

હોટ અદાઓ છતાં નામના ન મેળવી શકી અદા શર્મા

અદા શર્માએ બોલીવૂડમાં વર્ષ ૨૦૦૮માં વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ તો સફળ રહી હતી પરંતુ અદાને તેનો ખાસ ફાયદો થયો નહોતો. આ પછી ત્રણ વર્ષ બાદ તેની બીજી ફિલ્મ 'ફિર' આવી હતી. એ પછી 'હંસી તો ફંસી' નામની મોટા બેનરની ફિલ્મ પણ મળી હતી. પરંતુ કારકિર્દીને વેગ ન મળ્યોઉ એ પછી તે તેલુગુ ફિલ્મો તરફ વળી ગઇ હતી. આમ છતાં ખાસ સફળતા મળી નહોતી. છેલ્લે ૨૦૧૭માં તેને વિદ્યુત જામવાલ સાથે એકશન ફિલ્મ કમાન્ડો-૨ મળી હતી. આ ફિલ્મની તેની ભુમિકા વખાણાઇ હતી. છેલ્લા નવ વર્ષથી બોલીવૂડમાં હોવા છતાં અદા ખાસ ઓળખ ઉભી કરી શકી નથી. અદા હોટ પણ છે અને ગ્લેમરસ પણ છે. આમ છતાં સફળતા જોઇએ તેવી મળી નથી. તાજેતરમાં અદાએ બોલ્ડ અદા સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. જેને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. હાલમાં અદા તમિલ ફિલ્મ ચાર્લિ ચેપ્લીન-૨ કરી રહી છે.

(11:18 am IST)