Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અક્ષય કુમારે ઉજૈનમાં 'ઓહ માય ગોડ -2' નું શૂટિંગ શરૂ કરી દીધું : ભગવાન શિવના અવતારમાં શેર કર્યું પોસ્ટર

અક્ષયકુમારે લખ્યું - કર્તા કરે ના કર સકે. શિવ કરે સો હોએ. તમારા બધાના આશીર્વાદની જરૂર છે

મુંબઈ :  બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં પોતાના પ્રોજેક્ટ પૂરા કરવામાં વ્યસ્ત છે. અક્ષય પાસે આજકાલ ફિલ્મોની લાઈન છે. હવે તેમણે પોતાની આગામી ફિલ્મ OMG 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.

અક્ષય કુમારે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં તેઓ ભગવાન શિવના અવતારમાં જોવા મળે છે. પોસ્ટર શેર કરતા અક્ષયે લખ્યું - કર્તા કરે ના કર સકે. શિવ કરે સો હોએ. તમારા બધાના આશીર્વાદની જરૂર છે. OMG 2, અમે તમારી સામે એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દો લાવી રહ્યા છીએ. આ યાત્રાના માધ્યમથી આદિયોગીની શાશ્વત ઉર્જા અમને આશીર્વાદ આપે. હર હર મહાદેવ

અક્ષય કુમારે ઉજ્જૈનના રામઘાટમાં OMG 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું શૂટિંગ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ થશે. જોકે ફિલ્મના શૂટિંગ દરમિયાન દર્શન કરવા વાળાઓ માટે કોઈ સમસ્યા નહીં થાય. આ સાથે પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવશે, જેથી ફિલ્મના શૂટિંગમાં કોઈ સમસ્યા ન આવે.

OMG 2માં અક્ષય કુમાર સાથે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી  મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. OMG 2નું શેડ્યૂલ ઉજ્જૈનમાં 17 દિવસ માટે રાખવામાં આવ્યું છે. ઉજ્જૈન ઉપરાંત OMG 2નું શૂટિંગ ઈન્દોરમાં પણ થવાનું છે. 7 નવેમ્બર સુધી ઉજ્જૈન અને ઈન્દોરમાં શૂટિંગ ચાલશે

(10:03 pm IST)