Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સુધા ચંદ્રને PM મોદીને કરી અપીલ: CISFએ એરપોર્ટ પર તકલીફ માટે માંગી માફી

મુંબઈ: તાજેતરમાં જ જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી. સુધા ચંદ્રને કહ્યું હતું કે જ્યારે પણ તે સુરક્ષા તપાસ દરમિયાન એરપોર્ટ જાય છે ત્યારે તેને તેના પ્રોસ્થેટિક અંગને દૂર કરવાનું કહેવામાં આવે છે. CISF ના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે CISFએ આ અંગે ટ્વીટ કરીને માફી માંગી છે.

 

(4:59 pm IST)