Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

નવેમ્બરમાં રિલીઝ થનારી આયુષ્‍માન ખુરાનની ફિલ્મ બાલા અને સનીસિંહની ફિલ્મ ઉજડા ચમનનો મામલો હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હી :બોલિવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ બાલા અને સની સિંહની ફિલ્મ ઉજડા ચમનનો વિવાદ હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે. હવે બોક્સ ઓફિસ પહેલા આયુષ્યમાન ખુરાના અને સની સિંહ કોર્ટમાં ટકરાશે. કેમ કે, નવેમ્બરમાં રિલીઝ થનારી બંને ફિલ્મો બાલા અને ઉજડા ચમનનો મામલો હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે. જ્યાં ઉજડા ચમનના નિર્દેશક અને નિર્માતાએ બાલાના મેકર્સ પર કોપી રાઈટ્સનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ અરજીમાં ઉજડા ચમનના ડાયરેક્ટરે સુપ્રિમ કોર્ટ પાસેથી માંગ કરી છે કે, ફિલ્મ બાલાના રિલીઝ પર પ્રતિબંધ લગાવવામાં આવે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે, બાલા ફિલ્મના નિર્દેશકે કોપી રાઈટ્સનો ભંગ કર્યો છે. હવે સુપ્રિમ કોર્ટ 4 નવેમ્બરના રોજ આ અરજી પર સુનવણી કરશે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ઉજડા ચમન’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયું હતું. પરંતુ આ ફિલ્મની થીમને જોતા ‘બાલા’ના મેકર્સ થોડા ડરી ગયા છે અને જલ્દી-જલ્દીમાં પોતાની ફિલ્મનું ટ્રેલર જાહેર કર્યું. એટલું જ નહિ, રિલીઝ ડેટ બદલવાની પણ જાહેરાત કરી દીધી. જેમાં આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ની રિલીઝ ડેટ 7 નવેમ્બર બતાવવામાં આવી છે. તો ‘ઉજડા ચમન’ની રિલીઝ ડેટ 8 નવેમ્બર હતી. 

(4:55 pm IST)