Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

અને વાણી શરમાઇ ગઇ

બોલીવુડ એકટ્રેસ વાણી કપૂરે કહ્યું કે બેફિક્રેમાં તેના સહ અભિનેતા રહેલા રણવીર સિંહ અને શુદ્ઘ દેશી રોમાન્સમાં સહ અભિનેતા રહેલા સુશાંત સિંહ રાજપુતની બોડી ખરેખર ખુબ જ સારી છે. અભિનેત્રીએ એક શો દરમિયાન આ વાત કરી હતી. શોની મેજબાન સોફી ચૌધરીએ જયારે રણવીર અને સુશાંતમાંથી એકને પસંદ કરવા કહ્યું તો વાણી શરમાઇ ગઇ હતી. તેણ કહ્યું, અરે ભગવાન બંનેની સરખામણી અને એકને પસંદગી કરવી તો ઘણી મુશ્કેલ છે. પણ મને લાગે છે, મહેનત કરવામાં બંને બરાબર છે અને મેં અનુભવેલું કે બંનેની બોડી ખુબજ સારી છે.ઙ્ગતમને જણાવી દઇએ કે, વાણી ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ફિલ્મ શમશેરામાં જોવા મળશે. યશરાજ ફિલ્મ્સના બેનર અંતર્ગત બની રહેલી આ ફિલ્મમાં વાણી રણબીર કપૂરની જોડી છે. ફિલ્મને કરણ મલહોત્રા પોતે નિર્દેશક કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ફિલ્મમાં અમેઝિંગ એકશન દ્રશ્ય હશે. રણબીર કપૂર તેમાં એકદમ અલગ અવતારમાં જોવા મળશે. વાણીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ વોરની વાત કરીએ તો આ ફિલ્મ બોકસ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મ સતત સારી કમાણી કરી રહી છે. અત્યાર સુધીમાં ૩૦૦ કરોડનો આંકડો વટાવી ચુકી છે.  આ ફિલ્મના માધ્યમથી રિતિક રોશન અને ટાઇગર શ્રોફની જોડી પહેલીવાર મોટા પડદે દેખાઈ હતી. ફિલ્મમાં વાણી કપૂરનું કામ પણ વખણાયું છે. જો કે વધુ પડતો જશ રિતીક રોશન અને ટાઇગર શ્રોફને મળ્યો છે. આમ છતાં વાણી અત્યંત ખુશ છે. તે નવા પ્રોજેકટમાં જોડાઇ ગઇ છે.

(10:12 am IST)