Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

45 વર્ષીય સાક્ષી તંવરે દત્તક લીધી 8 માસની દીકરી: તસ્વીર આવી સામે

 

મુંબઈ: ‘કહાની ઘર ઘર કીઅનેબડે અચ્છે લગતે હૈંસીરીયલ દ્વારા ટીવીની દુનિયામાં ધમાલ મચાવનારી એક્ટ્રેસ સાક્ષી તંવર મા બની ગઈ છે. 45 વર્ષની સાક્ષીએ હજુ સુધી લગ્ન નથી કર્યા અને તાજેતરમાં તેણે 8 મહિનાની બાળકીને દત્તક લીધી છે. દીકરીની પહેલી તસવીર સાક્ષીનાં ભાઈએ શેર કરી છે ત્યારબાદ સાક્ષીને સોશિયલ મીડિયા પર શુભકામનાઓ આપવાનું શરૂ થયું હતુ. સાક્ષી તંવરનીકહાની ઘર ઘર કીસીરીયલ ઘણી ફેમસ થઈ હતી અને ત્યારથી તેની ઓળખ લોકો પાર્વતી ભાભી તરીકે કરતા હતા. ત્યારબાદ સાક્ષીએ ઘણી બધી સીરીયલોમાં કામ કર્યું છે. તેણેકુટુંબ’, ‘દેવી’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’, ‘બડે અચ્છે લગતે હૈઅનેકર લે તુ ભી મોહબ્બતવેબ સીરીઝમાં કામ કર્યું છે. ઉપરાંત સાક્ષી આમિર ખાનની ફિલ્મદંગલમાં પણ જોવા મળી હતી. ફિલ્મમાં સાક્ષીએ આમિર ખાનની પત્નીનો રોલ કર્યો હતો. સાક્ષી તંવરે દીકરીને દશેરાનાં દિવસે ગોદ લીધી હતી. દીકરી સાથેની તેની તસવીરને તેના ભાઈ રાજીવ સિંહ તંવરે શેર કરી હતી. સાક્ષીની નજીકની દોસ્ત એકતા કપૂરે પણ સાક્ષીને શુભકામના આપી હતી. એકતાએ ઇન્સ્ટાગ્રામ પર સાક્ષી સાથેની તસવીર શેર કરતા લખ્યું કે, ‘બડે અચ્છે લગતે હૈ….યે સાક્ષી, યે પ્રિયા, યે પાર્વતી અને મૉમ. તમારી અને તમારી પ્રિંસેસની સફર સુંદર રહે.’

(4:26 pm IST)