Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અદિતી રાવ હૈદરીની સ્પેસ ફિલ્મનું ટીઝર થઇ ગયું રિલીઝ

બોલીવૂડમાં સ્પેસ ફિલ્મ બાબતે પ્લાનિંગ થઇ રહ્યું છે અને શાહરૂખ તથા અક્ષય આ પ્રકારની ફિલ્મ કરવાના છે તેવી વાત થઇ રહી છે ત્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે અને તેનું ટિઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અદિતી રાવ હૈદરીને મુખ્ય રોલ મળ્યો છે. તે પહેલી બોલીવૂડની હિરોઇન છે જેને આવી ફિલ્મ મળી હોય.  તેલુગુમાં બની રહેલી આ ફિલ્મનું નામ 'અંતરિક્ષમ-૯૦૦૦ કેએમપીએચ' રખાયું છે. આ સ્પેસ ફિલ્મનું નિર્દેશન સંકલ્પ રેડ્ડી કરી રહ્યા છે. પંદરમી ઓગષ્ટે ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થયો હતો. હવે ટીઝર આવ્યું છે. ફિલ્મમાં અદિતી ઉપરાંત વરૂણ તેજ અને લાવણ્ય ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે. આ પહેલા 'ટિક ટિક ટિક' નામની તમિલ ફિલ્મ બની હતી, એ પણ સ્પેસ ફિલ્મ હતી. અદિતી આ ફિલ્મના રોલથી ખુશખુશાલ બની ગઇ છે.

(11:05 am IST)