Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કોરિયોગ્રાફર શ્યામક દાવરની માતા પુરણ દાવરનું 99 વર્ષે નિધન

મુંબઈ: બોલીવુડના શ્રેષ્ઠ કોરિયોગ્રાફરોમાંના એક એવા શ્યામક દાવરની માતા પૂરણ દાવરનું નિધન થયું છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે પુરણ દાવરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ સમાચાર સામે આવ્યા ત્યારથી સ્ટાર્સ તેમજ ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા ચાહકો અને સ્ટાર્સે વિરલની પોસ્ટ પર જ કોમેન્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.

(5:14 pm IST)