Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વિવિધ ભુમિકાઓ ગમે છેઃ રાહુલ દેવ

અભિનેતા રાહુલ દેવે હિન્દી ભાષાની અને દક્ષિણની ભાષાઓની અનેક ફિલ્મો કરી છે. રાહુલ દેવની એક અલગ જ ઓળખ છે. તે અહિ એક દાયકાથી વધુ સમયથી કામ કરી રહ્યો છે અને તેણે પણ બીજા કલાકારોની જેમ ચડતી પડતી નિહાળી છે. હવે તે ઓટીટી માધ્યમમાં પણ એન્ટ્રી કરી ચુકયો છે. તાજેતરમાં જ તેની વેબ સિરીઝ રાત બાકી હૈ રિલીઝ થઇ હતી. તે કહે છે આ શો મને ઓફર થયો એ પહેલા મારા પત્નિને હું ગુમાવી ચુકયો હતો. હવે હું ફરી કામે વળગવા ઇચ્છતો હતો તે વખતે જ આ શો મને મળ્યો હતો. મને વિવિધ ભુમિકા ભજવવી ગમે છે. ગયા વર્ષે કોમેડી પાત્ર ભજવવા માટે મને એવોર્ડ પણ મળ્યો હતો. દરેક ફિલ્મ મેકરની શુટીંગ કરવાની આગવી અને અલગ રીત હોય છે. રાહુલે દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સાથે અનામિકામાં પણ કામ કર્યુ છે. આ ઉપરાંત બીજા કામો પણ તેના હાથ ઉપર છે. રાહુલે હાલના સમયમાં ચાહકોને હકારાત્મકતા જાળવી રાખવાની સલાહ આપી હતી.

(9:51 am IST)