Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

શરમન-અન્નુએ શરૂ કર્યુ ફિલ્મનું શુટીંગ

પિતા પુત્રના સંબંધની વાત કહેતી એક ફિલ્મ આવી રહી છે. જેમાં અન્નુ કપૂર અને શરમન જોષી મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મનું શુટીંગ મધ્યપ્રદેશના ઉજ્જેૈનમાં તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું હતું. 'સબ મોહ માયા હૈ' નામની આ ફિલ્મમાં બેરોજગારીની સમસ્યા, સંસ્કૃતિ, પરંપરાની કહાનીઓ સાથે હાસ્ય અને વ્યંગ થકી દર્શકોને હસાવવાનો પ્રયાસ થશે. અભિનવ પારીકી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. જે અગાઉ અનુરાગ કશ્યપના આસિસ્ટન્ટ રહી ચુકયા છે. આ ફિલ્મથી વિનોદ ભાનુશાળી નિર્માતા બની રહ્યા છે. જેણે અગાઉ તાન્હાજી-ધ અનસંગ વોરીયર જેવી ફિલ્મના સહ નિર્માતા રહી ચુકયા છે.  વિનોદે કહ્યું હતું કે આ ફિલ્મની કહાની ખુબ જ દિલચશ્પ છે. જેને દર્શકો પોતાની સાથે જોડી શકશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.   

(9:50 am IST)