Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સૈનિક આપણા સંમાનના હકદાર છે: વિદ્યુત જામવાલ

મુંબઈ: અભિનેતા વિદ્યુત જામવાલે રવિવારના રોજ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના એક જવાન સાથે ફોટો શેર કરી છે જેમની સાથે તેની મુલાકાત દિલ્હીમાં થઇ હતી ઈંસ્ટ્રાગ્રામ પર શેર કરવામાં આવેલ આ ફોટોમાં અભિનેતા જવાન સાથે ખુબજ હસતા નજરે પડી રહ્યા છે ફોટામાં કેપશન કરીને વિદ્યુતે લખ્યું હસે કે  'એક મિત્રની રાહ જોવા દરમ્યાન આ સીઆઈએસએફ જવાન મારી પાસે આવ્યા અને તેમણે મારા માર્શલ આર્ટ અને ફિલ્મોના વખાણ કર્યા તે દરમ્યાન તેમના કામ અંગે અમે વાતચીત કરી હતી' વધુમાં અભિનેતાએ લખ્યું હતું કે તે આપણી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખુબજ લગનથી કામ કરે છે એટલા માટે તે આપણા સમ્માનના હકદાર છે.

(6:24 pm IST)