Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

જાણીતી કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ લીંબાચીયાને ડેન્ગ્યુ ?:બંને હોસ્પિટલમાં દાખલ

મુંબઈ : જાણીતી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાને ડેન્ગ્યુને કારણે કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે. આ બંને છેલ્લા કેટલાક દિવસથી ભારે બીમાર હતા અને બ્લડ ટેસ્ટ કરતા તેમને ડેન્ગ્યુ હોવાની માહિતી મળી છે

   . હાલમાં આ બંનેને ડોક્ટરની નજર હેઠળ સારવાર માટે રાખવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે ડેન્ગ્યુ પીડિત પતિ-પત્નીને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. બીમારી સાથે જોડાયેલા તેમના બીજા ટેસ્ટ પણ કરવામાં આવશે 

(9:34 pm IST)