Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અક્ષયકુમારની ફિલ્મ મિશન મંગલના ડરથી બાહુબલી પોતાની ફિલ્મ સાહોની રિલીઝ ટાળી દીધી

નવી દિલ્હી: બોલીવુડ ખેલાડી અક્ષય કુમારનું સ્ટેટ્સ એટલું જોરદાર છે કે બોક્સ ઓફિસ પર કોઇ તેમની સાથે ટકરાવવાની હિંમત કરતું નથી. હાલમાં અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ'ના ડરથી 'બાહુબલી' પોતાના ફિલ્મ 'સાહો'ની રિલીઝને ટાળી દીધી હતી, પરંતુ હવે રાજકુમાર રાવ બોલીવુડ 'બોલીવુડ ખેલાડી' સાથે મુકાબલો કરવાનો છે

જી હાં, રાજકુમાર રાવ અને મૌની રૉયની ફિલ્મ 'મેડ ઇન ચાઇના' પહેલાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ કોઇ કારણસર તેની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી હતી. પરંતુ હવે ફિલ્મને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પહેલાં અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ' સાથે ટકરાવવવાની હતી. પરંતુ રિલીઝ ટાળી દીધા બાદ અક્ષય સાથે ક્લેશ થવાના સમાચાર સામે આવ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર હવે રાજકુમાર રાવને આગામી ફિલ્મ દિવાળી પર રિલીઝ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર 'થોડા દિવસો પહેલાં મૈડોક ફિલ્મ્સ અને તેમના પાર્ટનર જિયો સ્ટૂડિયોઝ અને ટ્રિપલ ફિલ્મ્સ એટલે કે બધા નિર્માતા વચ્ચે એક મીટિંગ થઇ હતી. જેમાં ફિલ્મને દિવાળી પર રિલીઝ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

જો સમાચાર સાચા છે તો રાજકુમાર રાવ અને અક્ષય કુમાર વચ્ચે બોક્સ ઓફિસ પર ટકરાવ નિશ્વિત છે. કારણ કે વર્ષે દિવાળી પર અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલ 4 રિલીઝ થવાની છે.

(4:37 pm IST)