Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

દક્ષિણનો સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ બોલીવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર: આમીરની આ ફિલ્મમાં આવશે નજર

મુંબઇદક્ષિણના સ્ટાર્સ પણ બોલીવૂડ પ્રત્યે  આકર્ષાઇ રહ્યા છે. દક્ષિણનો સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ બોલીવૂડમાં ડેબ્યુ કરીરહ્યો છે. આમિર ખાનની આગામી ફિલ્મથી વિજય હિંદી સિનેમાંમાં ઝંપલાવશે.મીડિયાની રિપોર્ટસને સાચા માનીએ તો સાઉથ સ્ટાર વિજય સેતુપતિ આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંગ ચઢ્ઢા'માં મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મ બોલ્કબલ્ટર  અને ઓસ્કર વિનર હોલીવૂડ ફિલ્મ 'ફોરેસટ ગંપ'ની હિંદી રીમેક છે. ફિલ્મમાં આમિર ખાન મુખ્ય પાત્રમાં અને  સેતુપતિ તેના બેસ્ટ ફ્રેન્ડના પાત્રમાં જોવા મળશે.જાણકારી તો એવી પણ મળી છે કે, ફિલ્મમાં વિજયના પાત્રને ફિલ્મ સર્જક તમિલ વ્યક્તિના બેકગ્રાઉન્ડમાં દેખાડવાની તૈયારી કરી રહ્યા છે. પાત્ર વિજય સેતુપતિ માટે એકદમ યોગ્ય હશેઆમિરની પાછલી 'ઠગ ઓફ હિંદુસ્તાન' બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ છે. આમિરને પણ હવે એક હિટ ફિલ્મની તાતી જરૂર છે. તે મોટા ભાગે વરસમાં એક ફિલ્મ કરવા માટે વધુ જાણીતો છે.

(4:34 pm IST)