Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

કરીનાને દોસ્ત સમજે છે સારા

સૈફ અલી ખાન અને અમૃતાસિંહની દિકરી સારા અલી ખાન ખુબ ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી બની છે અને એક અલગ સ્થાન મેળવી લીધું છે. હાલમાં તે બે ફિલ્મો લવ આજકલ-૨ અને કુલી નંબર-૧ના શુટીંગમાં વ્યસ્ત છે. સારાને તેના પિતા સૈફ અલી ખાન સાથે સારુ ભળે છે. સૈફ દિકરી સારા અને દિકરા ઇબ્રાહીમનું ખાસ ધ્યાન રાખે છે. સારાએ કહ્યું હતું કે મને લાગે  છે કે કરીના મારી દોસ્ત છે અને તેનાથી વધુ તે મારા પિતાની પત્નિ છે. હું તેનું ખુબ સન્માન કરુ છું. મને અહેસાસ છે કે તે મારા પિતાને ખુશ રાખે છે. અમે એક જ ઇન્ડસ્ટ્રીમાં છીએ અને કામ પણ એક સરખુ છે. ફિલ્મોની બાબતે અમે સતત વાતો કરતાં રહીએ છીએ. સારા અવાર-નવાર પિતા અને કરીનાને મળવા પિતાના ઘરે જાય છે. તહેવાર પર તે કરીના-સૈફને મળે છે. ફેશન અને કારકિર્દી સંબંધી સલાહ સુચનો પણ તે કરીના પાસેથી મેળવે છે

(9:57 am IST)