Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

પત્રકારનો અભ્યાસ કરી ચુકી છે મૃણાલ

ટીવી પરદે સિરીયલ કુમકુમ ભાગ્યમાં બુલબુલનો રોલ નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી મૃણાલ ઠાકુર હવે બોલીવૂડમાં પહોંચી ગઇ છે. તેની બે ફિલ્મો સુપર-૩૦ અને બાટલા હાઉસ એમ બંને સુપરહિટ નિવડી છે. એક ફિલ્મમાં તેણે રિતિક રોશનની પત્નિનો રોલ અને બીજી ફિલ્મમાં જોન અબ્રાહમની પત્નિનો રોલ નિભાવ્યો છે. બંને ફિલ્મમાં તેના અભિનયના વખાણ થયા છે. મૃણાલ સોશિયલ મિડીયા પર પણ સક્રિય રહે છે. તે અવાર-નવાર પોતાની ખુબસૂરત તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. મરાઠી સિનેમા થકી કારકિર્દી શરૂ કરનાર મૃણાલે અભિનયના ફિલ્ડમાં આવ્યા પહેલા પત્રકારત્વનો અભ્યાસ છે. મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલી મૃણાલે ૨૦૧૮માં લવ સોનિયા ફિલ્મ પણ કરી હતી. ટીવી પરદે સોૈભાગ્યલક્ષ્મી, નચ બલીયે-૭, મુજસે કુછ કહેતી હૈ યે ખામોશિયા, હર યુગમેં આયેગા એક અર્જૂન સહિતના શો પણ કર્યા છે.

(9:56 am IST)