Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જર્નાલિઝમનો અભ્યાસ પણ કર્યો છે સંજનાએ

સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારા ૨૪મીએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી સંજના સાંઘીએ મુખ્ય ભુમિકા નિભાવી છે. સંજનાએ રણબીર કપૂર સાથે રોકસ્ટાર અને ઇરફાન ખાન સાથે હિન્દી મિડીયમ જેવી ફિલ્મમાં કામ કરી કારકિર્દીની શરૂઆત કરી હતી. દિલ્હીમાં બીજી સપ્ટેમ્બર ૧૯૯૬ના રોજ જન્મેલી સંજનાના પિતા સંદિપ સાંઘી બિઝનેસમેન અને માતા શગુન ગૃહિણી છે. સંજનાએ અભિનય ક્ષેત્રે આવ્યા પહેલા જર્નાલિઝમની ડીગ્રી મેળવી છે અને માસ કોમ્યુનિકેશનની ડીગ્રી પણ તે ધરાવે છે. એક મિડીયા હાઉસમાં ઇન્ટર્ન તરીકે કામ પણ કરી ચુકી છે. સંજનાની દિલ બેચારા ફિલ્મ સદ્દગત અભિનેતા સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ હશે. સંજનાની આ પહેલી ફિલ્મ છે જેમાં તે લિડ અભિનેત્રી છે. તેણે ટીવી પર અનેક જાહેરાતોમાં પણ કામ કર્યુ છે. સંજના કહે છે બાળપણમાં હું ખુબ જ શરમાળ હતી. મેં ઇમ્તિયાઝ અલીની રોકસ્ટાર કરી ત્યારે હું ૧૪ વર્ષની હતી. નરગીસની નાની બહેનનું પાત્ર મારુ હતું. આ ફિલ્મ પછી ઘણી ટીવી એડની ઓફર મળવા માંડી હતી. તે ભણવામાં ખુબ જ હોશીયાર હતી. દિલ્હી યુનિવર્સિટીમાં ટોપર રહી હતી.

(9:21 am IST)