Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ન્યુયોર્કમાં અનુપમ ખેરના ઘરે ફુલકાની લિજ્જત માણી રિશી કપૂરે

રિશી કપૂરે ન્યુયોર્કમાં અનુપમ ખેરનાં ઘરે ફુલકા ખાવાની લિજ્જત માણી હતી. રિશી કપૂર ઘણાં મહિનાઓથી ત્યાં કેન્સરની સારવાર લઇ રહ્યાં છે. જોકે તેઓ હવે કેન્સર ફ્રી થઇ ગયાં છે. ડોકટરે તેમને નિરીક્ષણ હેઠળ રાખ્યાં છે અને જલદી જ તેઓ ભારત પાછા ફરે એવી શકયતા છે. રિશી કપૂર અને નીતુ કપુર સાથે ન્યુયોર્કમાં અનુપમ ખેરનાં ઘરે લંચ કરવા પહોંચ્યા હતાં. અનુપમ સાથેનો ફોટો ટવિટર પર શેર કરીને રિશી કપૂરે ટવીટ કર્યુ હતું કે 'અનુપર ખેરનાં અપાર્ટમેન્ટમાં લંચ કરવા આવ્યા છીએ. ઘણાં સમય બાદ સારા લોટનાં ફુલડા ખાધા. તેમનાં રસોઇયા ફ્રાઇડે દાદુએ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું હતું.

(6:44 pm IST)