Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

બોલીવૂડમાં કોઇ સુશીલ છોકરો મળ્યો જ નથીઃ સોનાક્ષી

સોનાક્ષી સિન્હા હાલમાં પોતાની ફિલ્મ 'ખાનદાની શફાખાના' અને 'મિશન મંગલ'ને કારણે ચર્ચામાં છે. આ બંને ફિલ્મો ઓગષ્ટમાં રિલીઝ થવાની છે. હાલમાં સોનાક્ષી આ ફિલ્મોના પ્રમોશનમાં વ્યસ્ત બની છે. મોટે ભાગે સોનાક્ષી પોતાની અંગત જિંદગી વિશે વાતો કરતી નથી. પરંતુ તાજેતરમાં  તેણે કહ્યું હતું કે તે અગાઉ એક સેલિબ્રીટીને ડેટ કરી ચુકી છે. પરંતુ આ ડેટીંગની કોઇને જાણ થઇ નહોતી. સોનાક્ષીનું નામ અત્યાર સુધીની તેની નવ વર્ષની કારકિર્દીમાં બોલીવૂડના કોઇ હીરો સાથે ભાગ્યે જ જોડાયું હશે. તે કહે છે હું કોઇ સુશીલ છોકરા સાથે ડેટીંગ કરું તેવું મને ઘરેથી કહેવાયું હતું. પરંતુ બોલીવૂડમાં આવો કોઇ છોકરો મળ્યો જ નથી. સોનાક્ષીએ મજાકમાં એમ પણ કહ્યું હતું કે જો મારો બોયફ્રેન્ડ હોય અને તે મારી સાથે દગો કરતો હોય તેની ખબર પડે તો તે આગલો દિવસ જોવા માટે જીવતો જ ન રહે. સોનાક્ષીનું નામ બંટી સાથે જોડાયું હતું. જો કે તેણે લિંકઅપનું ખંડન કર્યુ હતું.

(10:11 am IST)