Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભારતી હવે કપિલની બુઆ કમ્મોના રોલમાં

ટીવી પરદા પર કોમેડિયન કપિલ શર્માનો શો ટીઆરપીની દોડમાં આગળ-પાછળ થતો રહે છે. હાલમાં આ શો પાછળ રહી ગયો હોઇ કપિલ અને તેની ટીમ તેને ફરીથી પાટે ચડાવવા પ્રયાસ કરી રહ્યા છે. શોમાં સતત મોટા સ્ટારને બોલાવવામાં આવી રહ્યા છે. શોમાં ચંદુ પ્રભાકર, કૃષ્ણા અને ખુદ કપિલ પણ અલગ-અલગ પાત્રો ભજવી દર્શકોને હસાવતા રહે છે. તાજેતરમાં બે નવા પાત્રો ચિંકી અને મિંકીની એન્ટ્રી થઇ હતી. હવે કોમેડિયન ભારતીસિંહ આ શોમાં નવા પાત્રમાં જોવા મળવાની છે. કપિલની બુઆ કમ્મોનો રોલ તે નિભાવી રહી છે. ભારતીએ સોશિયલ મિડીયા પર પોતાનો બુઆનો લૂક પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે-બુઆજી આ રહી હૈ વેલકમ કરના તો બનતા હૈ. પ્રોમોમાં બુઆની જબરદસ્ત એન્ટ્રી દેખાડવામાં આવી હતી. નિર્માતાને આશા છે કે કમ્મોનો અતરંગી અંદાજ દર્શકોને ખુબ પસંદ પડશે.

(10:11 am IST)