Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સિમલામાં 'ભ્રમ'નું શુટીંગ કરી રહી છે કલ્કીઃ લેખિકાનો રોલ

બોલીવૂડની અભિનેત્રી કલ્કી કોચલીને વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ-૨માં જબરદસ્ત કામ કર્યુ છે. આ સિરીઝ ૧૫મી ઓગષ્ટથી શરૃ થવાની છે.  નેશનલ એવોર્ડ વિજેતા એવી આ અભિનેત્રી વધુ એક વેબ સિરીઝ કરી રહી છે. આ સિરીઝનું નામ 'ભ્રમ' છે. સિમલામાં આ ભ્રમનું શુટીંગ શરૃ થઇ ગયું છે. જેમાં તે રોમાન્ટીક નોવેલ રાઇટર અલીશાનો એવો રોલ નિભાવી રહી છે જે અકસ્માત બાદ યાદદાસ્ત ગુમાવી બેઠી હોય છે. આ પાત્ર વિશે કલ્કીએ કહ્યું હતું કે  મારું પાત્ર એક લેખિકાનું છે અને અકસ્માતમાં તે યાદદાસ્ત ગુમાવી બેસે છે અને ભ્રમમાં રહેવા માંડે છે. તેની માનસિક સ્થિતી ખરાબ થઇ જાય છે . કલ્કી કહે છે આ સિરીઝ એવી રીતે લખવામાં અને બનાવવામાં આવી છે કે તમે અંત સુધી જોડાઇ રહેશો.  છેલ્લે કલ્કી ગલ્લીબોયમાં જોવા મળી હતી.

(10:10 am IST)