Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ફરી એકવાર જોવા મળી શકે છે એશ્વર્યા-અભિષેકની જોડી

મુંબઇ:અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લી વાર ૨૦૧૦ માં 'રાવણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા મણિ રત્નમની આ ફિલ્મને લગભગ આઠ વરસ થઇ ગયા, એ પછી આ યુગલ રૃપેરી પડદે સાથે જોવા મળ્યું નથી. પરંતુ હવે એવી વાત છે કે આ રિયલ લાઇફ કપલ ફરી સાથે કામ કરતી જોવા મળે તેવી શક્યતા છે. સૂત્રની વાત સાચી માનીએ તો, ફેન્ટમ ફિલ્મમસના બેનર હેઠળ બનનારી ફિલ્મનું નિર્માણ અનુરાગ કશ્યપનું હશે. જોકે દિગ્દર્શનની કમાન કોણ સંભાળશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. અભિષેક અને ઐશ્વર્યાની આ ફિલ્મનું નામ 'ગુલાબ જામુન હોવાની ચર્ચા છે. બે વરસ પહેલા સર્વેશ મેવાડાના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મ માટે આ યુગલનો સંપર્ત કરવામાં આવ્યો હતો. પરંતુ કહેવાય છે કે અભિષેક અને ઐશ્વર્યાએ આ ફિલ્મમાં કામ કરવાનો નનૈયો ભણ્યો હતો. જોકે અનુરાગે આ ફિલ્મ બનાવાની યોજના બંધ  પડતી મુકી નથી. ફરી તે આ ફિલ્મ કરવાની તૈયારી કરી રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે, અભિષેક અને ઐશ્વર્યાએ અત્યાર સુધી 'ઢાઇ અક્ષર  પ્રેમ કા, કુછ  ના કહો, ઉમરાવ જાન, ધૂમ ૨, ગુરૃ, સરકાર રાજ અને રાવણમાં કામ કર્યું છે.

(4:32 pm IST)