Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સલમાન સાથે પણ કમર લચકાવશે નોરા ફતેહી

'સત્યમેવ જયતે' ફિલ્મમાં દિલબર...દિલબર સોંગ થકી દર્શકોમાં લોકપ્રિય બની ગયેલી નોરા ફતેહી હવે સલમાન ખાનની ફિલ્મમાં પણ કમર થીરકાવશે. દિલબર...ગીતને યુ ટ્યુબ પર ચોવીસ કલાકમાં સોૈથી વધુ વખત જોવામાં આવ્યું છે. સેકસી અભિનેત્રી-ડાન્સર નોરાની આ ગીતમાં અદા, ડાન્સ અને હાવભાવ બધુ જ કમાલ છે. ફિલ્મના આ ગીતને ખુબ સરાહના મળી રહી છે. આ ફિલ્મ ઓગષ્ટમાં રિલીઝ થવાની છે. આ ગીત અગાઉ સિર્ફ તુમ ફિલ્મમાં સુસ્મિતા સેન પર ફિલ્માવાયું હતું. તેને રિક્રિએટ કરીને સત્યમેવ જયતેમાં લેવાયું છે. આ ગીત પછી નોરાના ચાહકોની સંખ્યા વધી ગઇ છે. હવે સલમાન ખાનની ભારતમાં પણ એક આઇટમ સોંગમાં નોરા જોવા મળશે. સલમાનની ફિલ્મ હોય અને નોરા ના પાડે એવું બને જ નહિ. સલમાનની લગભગ ફિલ્મોમાં આઇટમ સોંગ હોય છે.

(9:29 am IST)