Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મહેનતથી નામના મેળવી છે શ્રુતિએ

સાઉથની ફિલ્મો અને બોલીવૂડમાં પણ અભિનય કરી ચુકેલી શ્રુતિ હાસન એક સારી ગાયિકા પણ છે. એકટર, નિર્દેશક અને પ્રોડ્યુસર પિતા કમલ હસન અને અભિનેત્રી સારિકાની પુત્રી શ્રુતિને કેલિફોર્નિયાની મ્યુઝિશિયન ઇન્સ્ટીટ્યુટમાંથી સંગીત શીખ્યું છે. શ્રુતિને અભિનેત્રી બન્યા પહેલા ગાયીકા બનવામાં વધુ રસ હતો. હાલમાં શ્રુતિ બ્રિટીશ આર્ટિસ્ટ માઇકલ કસલે સાથે ડેટ કરી રહી છે. તેની મહેનત જ તેને સફળતાના શીખરે પહોંચાડી છે. શ્રુતિ ખુબ જ મહેનતુ છે, તેનો મંત્ર એ છે કે કોઇપણ કામ દિલથી અને મહેનતથી કરવું. છ વર્ષની ઉમરે જ તેણે કામ ચાલુ કરી દીધુ હતું. તેણે પહેલુ ગીત ફિલ્મ થેવર મગન માટે છ વર્ષની ઉમરે ગાયું હતું. એ પછી ચાચી ૪૨૦માં પણ પિતા સાથે ગીત ગાયું હતું. શ્રુતિને બુટ-ચપ્પલનો ખુબ જ શોખ છે. તેની પાસે સો જોડીથી વધુ ફુટવીયર છે. શ્રુતિ પ્રશિક્ષિત ડાન્સર પણ છે.

(9:28 am IST)