Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

પલક તિવારીને મળી મોટી તક

ટીવી પરદાની ખુબસુરત અભિનેત્રી શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી પણ અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી ચુકી છે. શ્વેતાએ બિગ બોસમાં ભાગ લીધો ત્‍યારથી શ્વેતા અને સલમાન એક બીજાના સંપર્કમાં છે. હવે સલમાન ખાનની એક ફિલ્‍મ શ્વેતાની દિકરી પલને મળી છે. ચર્ચા છે કે કભી ઇદ કભી દિવાલી ફિલ્‍મ માટે પલક તિવારીની પસંદગી થઇ છે અને તે જસ્‍સી ગીલ સાથે જોવા મળશે. આ ફિલ્‍મ પહેલા સાજીદ નડિયાદવાલની હતી. હવે સલમાન ખાન પોતે આ ફિલ્‍મ બનાવી રહ્યો છે. જેમાંથી તેના બનેવી આયુષ શર્મા બહાર થઇ જતાં તેની જગ્‍યા જસ્‍સીએ લીધી છે. શહેનાઝ ગીલ, સિધ્‍ધાર્થ નિગમ અને રાઘવ જુયાલના નામો પણ આ ફિલ્‍મ માટે ચર્ચાયા હતાં. પલકને આ ફિલ્‍મ માટે સાઇન કરવામાં આવતાં તેને મોટી તક મળી છે. તાજેતરમાં પલક બિજલી બિજલી ગીતમાં હાર્ડી સંધુ સાથે જોવા મળી હતી. કભી ઇદ કભી દિવાલીનું નિર્દેશન ફરહાદ સામજી કરી રહ્યા છે. સલમાન સાથે મુખ્‍ય હિરોઇન પૂજા હેગડે છે.  

(10:53 am IST)