Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

બોલિવૂડની હોટ અભિનેત્રી વિણા મલિકનો ઘટસ્‍ફોટઃ ક્રિકેટર મોહમ્‍મદ આસિફ ક્રિકેટ રમવા કરતા સારો મસાજ કરતોઃ મારા અંડરગારમેન્‍ટ પણ ધોતો હતો

અમદાવાદઃ બોલીવુડની હેટ એકટ્રેસ Veena Malik હંમેશા કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. તેનું ફિગર પણ એટલું જોરદાર છેકે, તે હંમેશા પોતાના હોટ ફોટોઝ સોશલ મીડિયામાં મુકીને ચાહકોને ખુશ કરતી રહે છે. ક્રિકેટર્સથી લઈને બોલીવુડ સ્ટાર્સ સાથે તેના ઘણાં લોકો સાથે અંગત સંબંધોની વાતો પણ ચર્ચામાં રહેતી હોય છે. તેણે પોતે પણ ઘણીવાર ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન પોતે માણેલી અંગત પળો અંગે બિંદાસ્ત થઈને બોલ્ડ ચર્ચા કરેલી છે. જોકે, તેણે કહેલી એક વાતના કારણે ભારે વિવાદ થઈ ગયો હતો. જ્યારે તેણે કહ્યુંકે, આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે ખુબ મજા આવતી હતી. અને બોલીવુડનો એક જાણીતો હીરો મારા અંડરગારમેન્ટ ધોતો હતો.

વીનાએ એક વાર એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, મોહમ્મદ આસિફે તેના પગમાં મસાજ કર્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં વીના મલિકે તેની સાથે વિતાવેલા સમયને યાદ કરતા કહ્યું કે, મોહમ્મદ આસિફ ક્રિકેટ રમવા કરતા સારો તો મસાજ કરતા હતા. બિગ બૉસ ફેમ પાકિસ્તાની અભિનેત્રી વીના મલિક ફરી ચર્ચામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર આસિફ સાથે તેના સંબંધોની ખૂબ જ ચર્ચા હતી. વીના મલિક બિગ બૉસથી ભારતમાં જાણીતી થઈ હતી અને તે પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોમાં છવાયેલી રહે છે.

આસિફ અને વીનાન રોમાન્સના હતા ચર્ચા:

પાકિસ્તાની એક્ટ્રેસ વીના મલિક અને પાકિસ્તાના પૂર્વ ફાસ્ટ બૉલર મોહમ્મદ આસિફના રોમાન્સ ખૂબ જ ચર્ચાઓ હતા. વીનાએ એક વાર એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, મોહમ્મદ આસિફે તેના પગમાં મસાજ કર્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં વીના મલિકે તેની સાથે વિતાવેલા સમયને યાદ કરતા કહ્યું કે, મોહમ્મદ આસિફ ક્રિકેટ રમવા કરતા સારો તો મસાજ કરતા હતા.

વીનાએ આસિફને કહ્યો અસલી મર્દ:

વીના મલિકે કહ્યું હતું કે, 'આસિફ ક્રિકેટના બદલે પગનો મસાજ કરવાની કળામાં વધુ માહેર હતા. મોહમ્મદ આસિફ મારા માટે અસલી મર્દ હતા. હું ખાસ કરીને એક ક્ષણોને યાદ કરું છું, જ્યારે આસિફ મારા પગનો મસાજ કરતા હતા. હું ઘણીવાર વિચારતી કે તે ક્રિકેટરથી વધુ સારા ફૂટ મસાજર છે.'

ફિક્સિંગમાં ફસાયા બાદ તૂટ્યા સંબંધો:

જણાવી દઈએ એક વર્ષ 2010માં સ્પોટ ફિક્સિંગમાં મોહમ્મદ આસિફનું નામ આવ્યા બાદ વીના મલિકે તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. વર્ષ 2010માં ઈંગ્લેન્ડની સામે રમવામાં આવેલી ટેસ્ટ દરમિયાન પાકિસ્તાનના તત્કાલિન કેપ્ટન સલમાન બટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને સ્પૉટ ફિક્સિંગના આરોપી પામવામાં આવ્યા હતા. આ મામલે ત્રણેય ખેલાડીઓને જેલ પણ જવું પડ્યું હતું.

શું હતો મામલો?

ઑગસ્ટ 2010માં લૉર્ડ્સ ક્રિકેટ ટેસ્ટમાં ત્રણેય ક્રિકેટરોએ સટ્ટાબાજ મજહર માજિદ સાથે મળીને સ્પોટ ફિક્સિંગ કર્યું હતું. આ સ્ટિંગ ઑપરેશન ન્યૂઝ ઑફ વર્લ્ડના રિપોર્ટરે કર્યું હતું. આ મામલામાં સ્પૉટ ફિક્સિંગની તમામ વાતો કેમેરામાં કેદ થઈ હતી. મેચના એક દિવસ પહેલા એક-એક નો બૉલ ક્યારે ફેંકવામાં આવશે, તે નક્કી થયું હતું. તેના માટે આરોપી ક્રિકેટરોએ મોટી રકમ મેળવી હતી. આ ટેસ્ટ મેચમાં કેપ્ટનના ઈશારા પર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરે ક્રમશઃ એક અને બે નો બૉલ ફેંક્યા હતા.

ફિક્સિંગમાં આવી રીતે ફસાયા આસિફ:

પાકિસ્તાનના એક સમયેના કેપ્ટન સલમાન બટ, આમિર અને મોહમ્મદ આસિફને ઈંગ્લેન્ડના પ્રવાસ પર ફિક્સિંગનો દોષી કરાર મળ્યા બાદ 2011માં ICCએ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આમિરના સાથી ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફ અને તત્કાલિન કેપ્ટન સલમાન બટ્ટને વર્ષ 2010ના ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝના દરમિયાન સ્પૉટ ફિક્સિંગનો દોષી ગણાવતા બ્રિટેનની એક અદાલતે નવેમ્બર 2011માં જેલની સજા સંભળાવી હતી. મોહમ્મદ આમિરને લગભગ 6 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતુ.

(5:13 pm IST)